સહદેવ કેપિટોલ નામની સ્કીમમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 1: ગુજરાતમાં સરળતાથી પૈસા કમાવવાના ધંધા વધી રહ્યા છે. રોજ અનેક લોકો ઓનલાઇન છેતરપીંડીના
કેસ વધી રહ્યા છે ત્યારે આજે પણ શહેરમાં આવા ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક જમીન દલાલ
પાસેથી ગઠિયાઓએ રૂ. 3.24 કરોડ ખંખેરી લીધા છે. બીજી એક યુવકને વધુ નફાની લાલચ આપીને
રૂ. 16 હજરથી વધુની છેતરપીંડી કરવામાં આવી છે જ્યારે ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા સચીનભાઈ
પટેલે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 2.51 લાખની છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર સેટેલાઇટ વિસ્તારમાં રહેતા જશ ભાટિયાને સ્કીમમાં રોકાણ કરવાની લાલચે
3.24 કરોડની છેતરપીંડી કરી હતી. જશ ભાટિયા જમીન લે વેચનું કામ કરે છે. 2024માં જશ ભાટિયાના
મિત્રએ માનવ મંદિર ચાર રસ્તા પાસે સહદેવ કેપિટોલ નામની સ્કીમમાં રોકાણ કરવાથી સારું
વળતર મળશે તેવી લાલચ આપી હતી. પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી હોવાથી ફરિયાદીએ રોકાણ
કરવાની સંમતિ દર્શાવી હતી.
બીજા કિસ્સામાં અમદાવાદના સહકારનગરમાં રહેતો 24 વર્ષીય
મોહિતાસિંહ ભદોરિયા ટેલિગ્રામ મારફતે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટનાં નામે છેતરાપિંડીનો ભોગ
બન્યાની ફરિયાદ નોંધાવી છે. 23 ડિસેમ્બર, 2024ના રોજ બપોરે ટેલિગ્રામ પર અજાણ્યા શખસે
ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં વધુ નફાની લાલચ આપતાં 2,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ
અલગ-અલગ ક્યૂઆર કોડ મોકલી અનેક હપ્તામાં રૂપિયા ભરાવ્યા હતા.
ત્રીજા
કિસ્સામાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા સચીનભાઈ પટેલે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 2.51
લાખની છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી છે. નવેમ્બર મહિનામાં ફરિયાદીએ ઇન્ડિયા માર્ટ પ્લેટફોર્મ
પર ધી પ્રોડક્ટ લેવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ ફરિયાદીએ અડધું પેમેન્ટ 50,000
એડવાન્સ કરી દીધા હતા. મટીરિયલ તૈયાર હોવાનું કહેતા બાકીના 2.51 લાખ રૂપિયા પણ ફરિયાદીએ
ટ્રાન્સફર કર્યા હતા. આ ત્રણેય ફરિયાદ અંગે સાયબર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.