• સોમવાર, 02 માર્ચ, 2026

અપરાજિત દ. આફ્રિકા સેમિ ફાઇનલમાં કિવિઝ સામે ટકરાશે : ઝિમ્બાબ્વે સામે વિજય

ઝિમ્બાબ્વે : 20 ઓવર 7/153

દ.આફ્રિકા : 17.5 ઓવર 5/154

નવી દિલ્હી, તા.1 : કપ્તાન સિકંદર રઝાના શાનદાર ઓલરાઉન્ડ દેખાવ છતાં અપરાજિત દક્ષિણ આફ્રિકા સામે ઝિમ્બાબ્વે ટીમનો પ વિકેટે પરાજય થયો છે. દ. આફ્રિકા ટીમ સુપર-8 રાઉન્ડના ગ્રુપ-વનમાં 6 પોઇન્ટ સાથે ટોચ પર રહી છે અને હવે બુધવારે સેમિ ફાઇનલમાં ગ્રુપ-ટુની બીજા નંબરની ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કોલકતામાં સેમિ ફાઇનલ મેચ રમશે. આજના મેચમાં દ. આફ્રિકાએ 1પ4 રનનો વિજય લક્ષ્યાંક 17.પ ઓવરમાં પ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. પહેલા 73 રને પછી 3 વિકેટ લેનાર ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

1પ4 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી. ડિ’કોક ઝીરોમાં અને કપ્તાન માર્કરમ 4 રને આઉટ થયા હતા. આ પછી રિયાન રિકલટને 31 (4 છક્કા), ડેવાલ્ડ બ્રાવિસે 42 (2 ચોક્કા-4 છક્કા)  અને ડેવિડ મિલરે 22 (2 ચોક્કા-2 છક્કા)  રન કરી આફ્રિકાની બાજી સંભાળી લીધી હતી. અંતમાં ટ્રિસ્ટન સ્ટબ્સ 21 અને જોર્જ લિંડે 30 રને નોટઆઉટ રહ્યા હતા. આથી આફ્રિકાએ 13 દડા બાકી રહેતા 17.3 ઓવરમાં પ વિકેટે 1પ4 રન કરી જીત સાથે સેમિ ફાઇનલમાં આગેકૂચ કરી હતી.

આ પહેલા ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 7 વિકેટે 1પ3 રન થયા હતા. જેમાં કેપ્ટન રઝાના 43 દડામાં 8 ચોક્કા-4 છક્કાથી 73 રન મુખ્ય હતા. આ સિવાય પૂંછડિયા ખેલાડી કલાઇવ મડાંડેના 26 રન હતા. સ્ટાર ઓપનર બ્રાયન બેનેટ 1પ રને આઉટ થયો હતો. આફ્રિકા તરફથી વેના મકાફાએ અને કોબિન બોશે 2-2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક