ખંભાળિયા, તા.1: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા રાખવામાં આવેલી ખાસ વોચ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. દ્વારકા તાલુકાના પોસીત્રા ગામની પીપરવા સીમમાં જાહેરમાં બેટરીના અજવાળે જુગાર રમી રહેલા ચારને પોલીસે કુલ રૂ. 1,31,500ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજાસિંહ
વાળાની સૂચના મુજબ, કઈઇ પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રાલિંગમાં
હતો.તે દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજીયા
અને કુલદિપાસિંહ જાડેજાને સચોટ બાતમી મળી હતી કે, પોસીત્રાથી આશાપુરા તરફ જવાના રસ્તે
પીપરવા સીમમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા
સ્થળ પરથી રફીકભાઈ અકબરભાઈ શેખ, અકબરભાઈ કાસમભાઈ ચાવડા, ગફારભાઈ જુસબભાઈ ચાવડા અને
અમીનભાઈ સુમારભાઈ ઉઠ્ઠા નામના ચાર શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 41,500ની
રોકડ, રૂ. 15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન, રૂ. 75,000ની કિંમતના 3 મોટરસાયકલ અને લાઈટની
વ્યવસ્થા માટે વપરાતી એલ.ઈ.ડી. લાઈટ સહિત કુલ રૂ. 1,31,500નો મુદ્દામાલ કબજે કર્યો
છે.