ચેન્નાઈ, તા. 1 : જ્યારે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો સામથે મળીને કામ કરે છે, ત્યારે ઝડપી પરિણામ મળે છે. કોંગ્રેસે પોંડીચેરીને દિલ્હીના એક પરિવારનું એટીએમ બનાવી રાખ્યું હતું. કોંગ્રેસ અને ડીએમકે વિકાસમાં બાધક છે તેમ રવિવારે પોંડીચેરીમાં 2700 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
કહ્યું
હતું.
એક
મીડિયા હેવાલ મુજબ, મોદીએ કહ્યું હતું કે, ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા કરાઈ રહેલા
સારા કાર્યો મહત્ત્વપૂર્ણ છે, પણ એ પણ યાદ રાખવું જોઈએ કે પહેલાં સ્થિતિ કેવી હતી.
કોંગ્રેસ અને ડીએમકેના શાસનકાળમાં પોંડીચેરીના લોકોને બહુ જ કષ્ટ પડયા તેમ વડાપ્રધાને
જણાવ્યું
હતું.
મોદીએ
તામિલનાડુમાં આઠ નવનિર્મિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ મદુરાઈમાં
4,400 કરોડથી વધુના માળખાકીય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ એનએચ
332એના મરક્કનમ-પોંડીચેરી સેક્શન અને એનએચ 87ના પરમકુડી-રામનાથપુરમ સેક્શનને ફોરલેન
કરવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે ઉપરાંત કુંભકોણમ, યેરકોડ અને વેલ્લોરમાં
ત્રણ નવા આકાશવાણી એફએમ રિલે ટ્રાન્સમીટરનું પણ ઉદ્ઘાટન
કર્યું
હતું.