• સોમવાર, 02 માર્ચ, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી સતત બીજા દિવસે અનેક ફ્લાઈટ રદ, હેલ્પડેસ્ક શરૂ

ઈરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે દુબઇના એર સ્પેસ બધ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા

રાજકોટ, અમદાવાદ, તા. 1:  ઈરાન-ઇઝરાયલ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોમાં સર્જાયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ અમદાવાદની હવાઈ મુસાફરી પર પડ્યો છે. વિવિધ દેશોના એરસ્પેસ બંધ થવાથી સતત બીજા દિવસે પણ ફ્લાઇટ કેન્સલ અને વિલંબનો સિલસિલો યથાવત રહ્યો છે. અન્ય મોટા એરપોર્ટ્સની જેમ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસરને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તો કેટલીક મોડી થઈ રહી છે.

 શનિવારે ઈંક્ષમશઋજ્ઞ ની કુવૈત અને અબુ ધાબી જતી ફ્લાઇટ્સ તેમજ ઊશિંવફમ અશ|િફુત ની અબુ ધાબી જતી ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. રવિવારે જાશભયઉંયાિં ની શારજાહ અને ઊળશફાયિંત ની દુબઈ જતી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી. દુબઈના એરસ્પેસ પર પ્રતિબંધ લાગતા અમદાવાદથી દુબઈ થઈને યુકે જતી કનેક્ટિગ ફ્લાઇટ પણ રદ થઈ ગઈ હતી. આ દરમિયાન રાજકોટથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા કેટલાક મુસાફરો પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા અહીં જ ફસાઈ ગયા હતા. આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાને કારણે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક