કેપ્ટન એલિસા હિલી અને બેથ મૂનીની સદીથી ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 409 રનના જવાબમાં ભારતીય મહિલા ટીમ 224 રને ઓલઆઉટ
હોબાર્ટ
તા.1: કેરિયરના અંતિમ મેચમાં કેપ્ટન એલિસા હિલી અને સ્ટાર બેટર મેથ મૂનીની સદીની મદદથી
ભારત સામેના ત્રીજા વન ડેમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 18પ રને વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમની 3-0થી કલીનસ્વીપ કરી છે. પ્લેયર ઓફ ધ મેચ એલિસા હિલીએ
કેરિયરની અંતિમ ઇનિંગમાં વિક્રમી 1પ8 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 409 રનના
જવાબમાં ભારતીય મહિલા ટીમ 4પ.1 ઓવરમાં 224 રને ઓલઆઉટ થઇ હતી.
એલિસા
હિલીએ સંન્યાસની ઘોષણા આ શ્રેણી અગાઉ કરી દીધી હતી. તેણીએ આજે કેરિયરના અંતિમ મેચમાં
8મી વન ડે સદી ફટકારી હતી. તેણીએ 98 દડામાં 27 ચોક્કા અને 2 છક્કાથી 1પ8 રનની રેકોર્ડબ્રેક
ઇનિંગ રમી હતી. જયારે બેથ મૂની 84 દડામાં 10 ચોક્કા-1 છક્કાથી 106 રને નોટઆઉટ રહી હતી.
આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 92 દડામાં 14પ રનની ભાગીદારી થઇ હતી. જોર્જિયા વોલે
62 અને નીચેના ક્રમની બેટર નિકોલ કેરીએ અણનમ 34 રન કર્યાં હતા. ભારત તરફથી શ્રી ચારણીએ
બે વિકેટ લીધી હતી પણ તેણીએ 10 ઓવરમાં 106 રન આપી અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. સ્નેહ
રાણાને 66 રનમાં 2 વિકેટ મળી હતી.
410
રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય મહિલા ટીમ તરફથી કોઇ બેટર મોટી ઇનિંગ રમી શકી
ન હતી. સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ઝીરોમાં આઉટ થઇ હતી. પ્રતિકા રાવલે 27, જેમિમા રોડ્રિગ્સે
42, કપ્તાન હરમનપ્રિત કૌરે 2પ, દીપ્તિ શર્માએ 29 અને સ્નેહ રાણાએ 44 રન કર્યાં હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી અલાના કિંગે 4 વિકેટ લીધી હતી.