• સોમવાર, 02 માર્ચ, 2026

વ્યથિત જયસૂર્યાએ શ્રીલંકા ટીમનું કોચ પદ છોડયું

કોલંબો, તા.1: સહયજમાન શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપની બહાર થયા બાદ ટીમના હેડ કોચ સનથ જયસૂર્યાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્રીલંકાને તેના સુપર-8 રાઉન્ડના અંતિમ મેચમાં આખરી દડે પાકિસ્તાન સામે પ રને હાર મળી હતી. જો કે આ મેચ અગાઉ જ તેની વિશ્વ કપના સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ચૂકી હતી. આખરી મેચની હાર પછી શ્રીલંકન કોચ જયસૂર્યાએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે કોઈ અન્ય આ જવાબદારી સંભાળે. મને આશા હતી કે વિશ્વ કપમાં સારી યાદ સાથે વિદાય લઇશ, પણ એવું થયું નથી. મને અફસોસ છે કે ટીમને સફળતા અપાવી શક્યો નહીં.

શ્રીલંકા ટીમ હવે 13 માર્ચથી યુએઇમાં અફઘાનિસ્તાન સામે 3 વન ડે અને 3 મેચની ટી-20 શ્રેણી રમવાની છે. જો કે હાલના યુદ્ધના માહોલમાં આ શ્રેણી લગભગ મુલતવી રહેશે. કોચ બન્યા પહેલા જયસૂર્યા શ્રીલંકા ટીમનો મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક