વેવારિક પ્રસંગે જતા હતા ત્યારે બન્યો બનાવ : કિંદરખેડા ગામના કારચાલક સામે નોંધાયો ગુનો
પોરબંદર,તા.8 : પોરબંદરના બગવદર
થી કિંદરખેડા જતા રસ્તે છઠ્ઠી માર્ચના અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે કાર વચ્ચે
ટક્કર થઈ હતી જેમાં એક યુવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા જે અંગે કારચાલક સામે ગુનો
દાખલ કરવામાં આવ્યો છે.
પોરબંદરના મોઢવાડાથી ફટાણા જતા
રસ્તે ગોલાધર સીમ વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા સંદીપ પરબત મોઢવાડિયા નામના
2% વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 6. 3. 2026 ના સાંજે 6:45 વાગે
તે પોતાના ઘરેથી તેના કાકાની દીકરીઓ કાજલ અને નિરાલી જેઠાભાઇ મોઢવાડિયા મામા ની દીકરી
દિશા કાનાભાઈ બોખીરીયા અને સંદીપની મંગેતર રેખા જેસાભાઈ કારાવદરા વગેરે ફરિયાદીની ગાડીમાં
આદિત્યાણા ગામે કાકાની દીકરીના વાયણાના પ્રસંગે જતા હતા.
અને કિંદરખેડા થી બગવદર આવતા
ગુલાય એના પુલ પાસે સામેથી એક કાર ફૂલ સ્પીડે આવતી હતી અને સામેના કારના ચાલકે ગાડી
પરનો કાબુ ગુમાવી દેતા ફરિયાદીની કાર સાથે ઠોકર મારી દેતા તમામને ગંભીર ઈજાઓ પહોચી
હતી. તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે અકસ્માત સર્જનાર કારચાલક કિંદરખેડા ગામનો
દિલીપ કેસુ મોઢવાડિયા છે. તે કારચાલક ફરિયાદી પાસે આવ્યો હતો અને ત્યારબાદ થોડીવાર
પછી ચાલ્યો ગયો હતો.