જામનગર, તા.4 : ગુલાબનગર વિસ્તારમાં આવેલ મોહનનગર આવાસમાં રહેતાં અને કલરકામનો ધંધો કરતાં અશ્વિનભાઈ પ્રવીણભાઇ ભટ્ટી (ઉં.વ.41) નામનો યુવાન ખેત્રીફળી, કરશનભાઇના ચોકમાં કોઇ મકાનની છત પર કલરકામ કરી રહ્યો હતો. કામ પૂરું કરી કરશનભાઈ લાકડાની સીડી મારફત નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ કોઇપણ કારણસર નીચે પટકાયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક શહેરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક દિવસની ટૂંકી સારવાર કારગત ન નીવડતા કરશનભાઇનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે શહેરના ગોમતીપુર, કડિયાવાડ વિસ્તારમાં રહેતાં હરીશભાઇ બાબુલાલ ચાવડાએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.