નવી
દિલ્હી, તા. 3 : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ દાવો કર્યો છે કે અમેરિકા રશિયાના
ક્રૂડ ઉપરની છૂટ ટૂંક સમયમાં ખતમ કરશે. સાથે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય અમેરિકાના
નાણા મંત્રાલયના હાથમાં છે. સેનેટ ફોરેન રિલેશન્સ કમિટિને સંબોધિત કરતા રૂબિયોએ કહ્યું
હતું કે, છૂટ ચાલુ રાખવાનો નિર્ણય ગ્લોબલ એનર્જી ટ્રેડની વર્તમાન સ્થિતિ અને અમેરિકાની
પોલિસી ઉપર નિર્ભર કરે છે.