• ગુરુવાર, 04 જૂન, 2026

‘સમજૂતી બાદ ન ચલાવી શકાય ક્રિમિનલ કેસ’

લોન ડિફોલ્ટરો મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો

નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે જો બેન્ક અને કરજદાર લોન ખાતાના ઉકેલ માટે સમજૂતી કરે તો ત્યારબાદ લોન ડિફોલ્ટર સામે અપરાધિક કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં. અદાલતે ચેતવણી આપી હતી કે આવી કાર્યવાહીને મંજૂરી આપવી દમનકારી ગણાશે અને પૂરી અર્થવ્યવસ્થા ઉપર પણ પ્રતિકુળ પ્રભાવ છોડશે.

જસ્ટિસ બી વી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેંચે એક ઉદ્યોગપતિની અરજીનો સ્વીકાર કરતા તેમની સામે ચાલી રહેલા અપરાધિક મામલાને રદ કરી દીધો હતો. બેંચે કહ્યું હતું કે, બેન્કિંગ લેવડદેવડ મૂળ રૂપથી વ્યવસાયિક મામલામાં હોય છે જ્યારે બન્ને પક્ષ પરસ્પરની સમજૂતીથી વિવાદનો ઉકેલ કરે તો બાદમાં અપરાધિક કેસ ચલાવવો અદાલતી પ્રક્રિયાનો દુરુપયોગ છે.

આ કેસમાં ઉદ્યોગપતિએ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી) સામે બેન્ક સાથે સમજૂતી કરી હતી. જેમાં 6.49 કરોડ રૂપિયાની બાકી રકમ સામે 4.25 કરોડ રૂપિયા ચુકવી દેવાયા હતા. જેમાં વ્યાજની રકમ 3.09 કરોડ વ્યાજની રકમ હતી. સમજૂતિના બે વર્ષ બાદ બેન્કે છેતરપિંડીનો અપરાધિક મામલો દાખલ કરાવ્યો હતો અને સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કાર્યવાહી સામે ઉદ્યોગપતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક