કંપનીમાં LICના પણ ઘણા પૈસા, સેબી દ્વારા શેર ખરીદ-વેચાણ પર પ્રતિબંધ
નવી
દિલ્હી, તા. 4 : શેરબજાર નિયામક સેબીએ રાજેશ એક્સપોર્ટસ અને આ કંપનીના પ્રમોટર રાજેશ
મહેતા પર 15 લાખ 16 હજાર કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો છે અને મોટી કાર્યવાહી
કરી છે.
ભારતીય
જીવન વીમા નિગમ (એલઆઈસી)ના પણ મોટા નાણાં કંપનીમાં લાગેલા છે. એલઆઈસી પાસે રાજેશ એક્સપોર્ટસના
3 કરોડ 18 લાખ શેર હતા.
આજની
તારીખે આ શેરોની કુલ કિંમત 330 કરોડ રૂપિયા થાય છે. સેબીની કાર્યવાહી થતાં કંપનીના
શેરોમાં કડાકો બોલી ગયો હતો.
સેબીએ
નવો આદેશ ન આવે ત્યાં સુધી આ કંપનીના શેર ખરીદવા, વેચવા કે કોઈ પણ પ્રકારની આર્થિક
લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોતાના
109 પાનાના આદેશમાં સેબીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ નાણાં વર્ષ દરમ્યાન રાજેશ એક્સપોર્ટસના
ખાતાઓમાં ભારે હેરાફેરી કરાઈ છે.
કુલ્લ
લગભગ 158.3 અબજ ડોલર એટલે કે, 15 લાખ 16 હજાર કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે જે પાંચ
વર્ષની કુલ્લ કમાણીના લગભગ 99.8 ટકા છે.
રાજેશ
એક્સપોર્ટસ સોનાંના દાગીના બનાવીને વિદેશોમાં નિકાસનો કારોબાર કરે છે. આ કંપની દુનિયાની
સૌથી મોટી ગોલ્ડ રિફાઈનરી વેલકેમ્બ એસએની માલિક પણ છે.