• ગુરુવાર, 04 જૂન, 2026

ટીમ ઇન્ડિયા ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડમાં ઓલ ફોર્મેટ સિરીઝ રમશે

5 T-20  5 વન ડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણીનું આયોજન

નવી દિલ્હી તા.3: ન્યુઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે 2026-27 ઘરેલુ સીઝનના શેડયૂલની આજે જાહેરાત કરી છે. જેનું મુખ્ય આકર્ષણ ભારતીય ટીમનો ઓલ ફોર્મેટ ન્યુઝીલેન્ડ પ્રવાસ છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2026 દરમિયાન ટીમ ઇન્ડિયા 40 દિવસની અંદર ન્યુઝીલેન્ડની ધરતી પર પ ટી-20 મેચ, પ વન ડે મેચ અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. કુલ 12 ઇન્ટરનેશનલ મેચનો આ પ્રવાસ ભારતીય ટીમનો ન્યુઝીલેન્ડ ધરતી પરનો અત્યાર સુધીનો સૌથી લાંબો પ્રવાસ બની રહેશે. પ્રવાસની શરૂઆત 22 ઓક્ટોબરથી ટી-20 શ્રેણીથી થશે. આખરમાં વેલિંગ્ટન અને ક્રાઇસ્ટ ચર્ચમાં ટેસ્ટ રમાશે. ટીમ ઇન્ડિયા 6 વર્ષ બાદ ન્યુઝીલેન્ડનો પ્રવાસ ખેડશે. છેલ્લે 2019/20માં ન્યુઝીલેન્ડ ગઈ હતી. આ પછી બે વખત કિવિઝ ટીમ ભારત આવી હતી અને છેલ્લે 2024/2પમાં ટીમ ઈન્ડિયાને તેની જ ધરતી પર 0-3થી કારમી હાર આપી હતી.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણીના મેચ 22, 24, 27, 30 ઓક્ટોબર અને 1 નવેમ્બરે રમાશે. જયારે વન ડે શ્રેણીના મેચ 4, 7, 10, 13 અને 1પ નવેમ્બરે આયોજિત થયા છે. બે ટેસ્ટ મેચમાં 19 નવેમ્બરથી અને 27 નવેમ્બરથી રમાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક