• ગુરુવાર, 18 જૂન, 2026

માળિયાના લાછડી ગામે વ્યાજખોરના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી

જૂનાગઢ, તા.17 : માળિયા હાટીના તાલુકાના આછીદ્રા ગામના મેહુલ ઉર્ફે મહેશ ગાવિંદ બારડે લાછડી ગામે રહેતા ભાવેશ રાણા વાળા પાસેથી ટ્રેક્ટરના હપ્તા ભરવા માટે રૂપિયા1 લાખ 15% વ્યાજે લીધા હતા અને ટેલરની ખરીદી માટે તેના પિતા રાણા કેશુર વાળા પાસેથી 10% લેખે રૂપિયા એક લાખ રૂપિયા  લીધા હતા આ નાણાંનું વ્યાજ  નિયમિત આપવામાં આવતું હતું. પરંતુ વ્યાજખોરોએ વધુ નાણા પડાવવા મેહુલને લાછડી ગામે બોલાવી બળજબરીપૂર્વક બેન્કનો કોરો ચેક લીધો હતો અને વ્યાજ સહિત રકમ ચૂકવી આપવાનું કહી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાન ભાંગી પડયો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને પોતાના ઘરે આવી ઝેરી દવા પી લેતા જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક