• ગુરુવાર, 18 જૂન, 2026

મેસ્સીની હેટ્રિકથી ચેમ્પિયન આર્જેન્ટિનાનો અલ્જીરિયા સામે 3-0થી જોરદાર વિજય

ફીફા વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલના રેકોર્ડની મેસ્સીએ બરાબરી કરી

કંસાસ સિટી, તા.17: મહાન ફૂટબોલર લિયોનલ મેસ્સીએ તેની ઇન્ટરનેશનલ કેરિયરના 200મા મેચમાં નવો ઈતિહાસ રચ્યો છે. મેસ્સીની રેકોર્ડબ્રેક હેટ્રિકની મદદથી ચેમ્પિયન આર્જેન્ટિનાનો ફીફા વર્લ્ડ કપમાં પોતાના પહેલા મેચમાં અલ્જીરિયા વિરુદ્ધ 3-0થી શાનદાર જીત થઇ હતી. આ મેચમાં મેસ્સીએ ત્રણ ગોલ કરવા સાથે વિશ્વ કપ ઇતિહાસમાં પોતાની પહેલી હેટ્રિક પૂરી કરી હતી. આ સાથે જ મેસ્સીએ જર્મનીના દિગ્ગજ ખેલાડી મિરોસ્લાવ ક્લોસેના ફીફા વર્લ્ડ કપમાં સર્વાધિક 16 ગોલના રેકોર્ડની પણ બરાબરી કરી હતી.

અલ્જીરિયા સામે 39 વર્ષીય મેસ્સીએ પહેલો ગોલ 17મી મિનિટે, બીજો ગોલ 60મી મિનિટે અને ત્રીજો ગોલ 76મી મિનિટે કર્યો હતો. આ સાથે જ મેસ્સીએ આર્જેન્ટિના તરફથી 11મી વખત હેટ્રિક નોંધાવી હતી.

ફીફા વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલ

ખેલાડી   દેશ        ગોલ

મિરોસ્લાવ ક્લોસ  જર્મની   16

લિયોનલ મેસ્સી    આર્જેન્ટિના         16*

રોનાલ્ડો એન.      બ્રાઝિલ  1પ

કિલિયન એમ્બાપે  ફ્રાંસ       14

ગર્ડ મુલર            પ. જર્મની           14

જસ્ટ ફોંટેન         ફ્રાંસ       13

કિંગ પેલે બ્રાઝિલ  12

 

 

ઇ-પેપરના નવા શુલ્ક