• બુધવાર, 17 જૂન, 2026

જેતપુરના ચારણિયા ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં અઢી વર્ષના બાળકનું મૃત્યુ

જેતપુર, તા.16: જેતપુર તાલુકાના ચારણિયા ગામેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ગામની સીમમાં આવેલા એક ખેતરમાં શ્રમિક પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો. દરમિયાન અઢી વર્ષનો પુત્ર સંદીપ કિલુભાઈ સોલંકી નજીકમાં જ રમી રહ્યો હતો. રમતાં-રમતાં બાળક અચાનક ત્યાં ખુલ્લી રાખવામાં આવેલી પાણી ભરેલી કુંડી પાસે પહોંચી ગયો હતો અને અકસ્માતે કુંડીની અંદર ખાબક્યો હતો. ખેતરમાં કામ કરી રહેલા પરિવારજનોનું ધ્યાન જતાં જ તેઓ તાત્કાલિક કુંડી પાસે દોડી આવ્યા હતા. બાળકને બહાર કાઢીને તાબડતોબ સારવાર અર્થે નજીકની વડીયા ગામની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલતાં અહીંના ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક