• ગુરુવાર, 18 જૂન, 2026

ઇન્ડિયા A ટીમ ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં નિર્ણાયક મેચમાં અફઘાનિસ્તાન સામે 101 રને વિજય

દામ્બુલા, તા.17 : પહેલાં બેટધરો અને પછી બોલરોના સહિયારા પુરુષાર્થથી અફઘાનિસ્તાન સામેના નિર્ણાયક મેચમાં 101 રને સંગીન વિજય હાંસલ કરીને ઇન્ડિયા એ ટીમ ત્રિકોણીય વન ડે શ્રેણીના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇન્ડિયા એ ટીમના 9 વિકેટે 319 રનના જવાબમાં અફઘાનિસ્તાન એ ટીમ 36.પ ઓવરમાં 218 રને ઓલઆઉટ થઈ હતી. તેણે આખરી 6 વિકેટ 4પ રનમાં ગુમાવી છે. ભારતીય એ ટીમ પોઇન્ટ ટેબલ પર 4 અંક અને 0.પ97 નેટ રન રેટથી ટોચ પર આવી ગઈ છે. શ્રીલંકાના પણ 4 પોઇન્ટ છે. તેનો નેટ રન 0.494 છે. અફઘાનિસ્તાનના 2 અંક છે અને નેટ રન રેટ માઇનસ 1.062 છે. આખરી લીગ મેચ શ્રીલંકા-અફઘાન વચ્ચે રમાશે.

ભારત એ ટીમ તરફથી પ્રિયાંશ આર્યે પ8, વૈભવ સૂર્યવંશીએ 38, ઋતુરાજ ગાયકવાડે 30, કેપ્ટન તિલક વર્માએ પ9, કુમાર કુશાગ્રે પ8 અને વિપ્રજ નિગમે 30 રન કર્યાં હતા. આથી ઇન્ડિયા એ ટીમના 319 રન થયા હતા. 320 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા અફઘાન એ ટીમ તફરથી બાહિર શાહે પ7 અને ફૈઝલ શિનોજાદાએ 46 રન કર્યા હતા. ભારત તરફથી નિશાંત સંધુએ 4 અને યશ ઠાકુરે 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક