અમરેલી, તા.16: સુરતના કતારગામમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના ગોરસ ગામના વતની અજીત સામતભાઇ પરમાર નામના આરોપી તથા સહ આરોપીએ પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાની કે ઉછીના રૂપિયા આપવાની લોભ લાલચ આપી, તેઓના ઓનલાઇન બેંક ખાતા ખોલાવી, આ બેંક ખાતાની વિગતો કીટ તથા લીંક મોબાઇલ નંબરનું સીમકાર્ડ મેળવી લઇ, પોતાના આર્થિક લાભ મેળવવા સારું ગત તારીખ 4-4-25થી 15-7-25 સુધીના સમયગાળા દરમિયાન બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતથી થતી સાયબર ક્રાઇમ છેતરપિંડીના કુલ રૂપિયા 1,22,47,098 જમા કરાવી, તે આ નાણા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી તેમજ એ.ટી.એમ. ચેકથી વિડ્રોલ કરાવી સગેવગે કરી, આર્થિક લાભ મેળવી ગુનો કર્યો હોય, જે અંગે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.