ચીન વિરોધી પગલાં રૂપે ભારતને મહત્ત્વ આપવા માટે ‘ઇન્ડો’ ઉમેરાયું હતું
વોશિંગ્ટન,
તા. 17 : ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત
થવાથી પહેલાં અમેરિકાએ ભારતને ઝટકો આપ્યો છે.
અમેરિકી
સરકારે હિન્દ અને પ્રશાંત મહાસાગર પર નજર રાખતા ‘યુએસ-ઇન્ડો પેસિફિક કમાંડ’માંથી ‘ઇન્ડો’
શબ્દ કાઢીને ‘યુએસ પેસિફિક કમાંડ’ કરી નાખ્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી જીમ મૈટિસે
2018માં નામમાં બદલાવ કરી ચીન વિરુદ્ધ ભારતને મહત્ત્વ આપવા માટે સૈન્ય કમાંડમાં ‘ઇન્ડો’
જોડયું હતું.
અમેરિકાએ
કહ્યું હતું કે, હિન્દ મહાસાગરનું મહત્ત્વ ગતિભેર વધી રહ્યું છે. હિન્દ અને પ્રશાંત
મહાસાગરની સુરક્ષા અને રણનીતિ એકબીજા સાથે જોડાઇ ગયાં છે. આ કમાંડ અમેરિકી સેનાની સૌથી
મોટી કમાંડમાં સ્થાન પામે છે.