જસદણ, તા. 19 : જસદણ શહેરના વીંછિયા રોડ ઉપર આજે વહેલી સવારે શક્તિધામ ટ્રાવેલ્સની સુરતથી દેરડી કુંભાજી રૂટની બસ પલટી જતા 11 મુસાફર અને ઈજા પહોંચી હતી.
જસદણ શહેરના વીંછિયા રોડ ઉપર આજે વહેલી સવારે
ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં 22 મુસાફરો સવાર હતા. જેમાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા
હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી. બસના મુસાફરોના કહેવા મુજબ બસ ચાલક સ્પીડમાં
બસ ચલાવતો હતો. મુસાફરોએ ડ્રાઈવર ને 3થી 4 વખત ટકોર પણ કરી હતી. બસમાં સવાર મુસાફરોના
મતે ડ્રાઈવરની બેદરકારીને લીધે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતા જસદણ પીઆઈ ગોસાઈ
સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અક્સ્માત થવા પાછળની તપાસ હાથ
ધરી છે. સમયસર 108 આવી જતા ઈજાગ્રસ્ત લોકો તાત્કાલિક સારવાર મળી હતી.