• શનિવાર, 20 જૂન, 2026

યુક્રેનના ડ્રોન હુમલા બાદ મોસ્કોમાં થયો કાળો વરસાદ

રાખ અને તેલ પડતાં માર્ગો, ગાડીઓ અને લોકોનાં વત્રો

કાળાં થયાં

નવી દિલ્હી, તા.19 : રૂસના પાટનગર મોસ્કો અને આસપાસના અનેક વિસ્તારમાં કાળો વરસાદ (બ્લેક રેઈન) થયાની લોકોએ ફરિયાદ કરી હતી. સ્થાનિક લોકો અનુસાર વરસાદની સાથે રાખ અને તેલ જેવી વસ્તુઓ પડી રહી હતી જેને કારણે ગાડીઓ, રસ્તાઓ અને લોકોનાં કપડાં કાળાં રંગથી ઢંકાઈ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે યુક્રેને ગઈકાલે મોસ્કો પર ભીષણ હુમલો કરીને તેલ રિફાઈનરીમાં આગ લગાડી તે પછી આજે આ ઘટના બની હતી.

વાસ્તવમાં, ગઈકાલે યુક્રેને મોસ્કો પર અત્યાર સુધીનો તેનો સૌથી મોટો હુમલો કર્યો હતો. એક હજારથી વધુ ડ્રોન મોસ્કો તરફ મોકલવામાં આવ્યાં હતાં જેમાંથી એકે શહેરની મોસ્કો તેલ રિફાઈનરીને નશાન બનાવી હતી. હુમલા બાદ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી હતી.

આ રિફાઈનરી રૂસની સરકારી તેલ કંપની ગજપ્રોમ નેફ્ટ દ્વારા સંચાલિત છે અને મોસ્કોની આશરે 40 ટકા પેટ્રોલ અને 50 ટકા ડીઝલની જરૂરતને પૂર્ણ?કરે છે. હુમલા બાદ પર્યાવરણ અને સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક