• શુક્રવાર, 19 જૂન, 2026

બીજા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડના 391 રન

ગ્લેન ફિલિપ્સની કેરિયરની પહેલી સદી

 

ઓવલ તા.18: બીજા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના પહેલા દાવમાં 391 રનના જવાબમાં બીજા દિવસે ટી ટાઇમ પછી ઈંગ્લેન્ડના 3 વિકેટે 158 રન થયા હતા. બેન ડકેટ 36 રને અને જેકબ બેથલ 9 રને આઉટ થયા હતા. એમિલિયો ગે અર્ધસદી પછી 53 રને આઉટ થયો હતો. જો રૂટ 37 રને ક્રિઝ પર હતો.

અગાઉ આજે મેચના બીજા દિવસે ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 96.2 ઓવરમાં 391 રને સમાપ્ત થયો હતો. સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે કેરિયરની પહેલી સદી ફટકારી હતી સાતમા ક્રમે બેટિંગમાં આવેલ ફિલિપ્સ 13પ દડામાં 18 ચોક્કાથી 100 રને આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેના પૂંછડિયા ખેલાડી કાઇલ જેમિસન વચ્ચે આઠમી વિકેટમાં 87 રનની ભાગીદારી થઇ હતી. જેમિસને 41 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ડેરિલ મિચેલે 44, ટોમ બ્લંડેલે પ1 અને રચિન રવીન્દ્રે 33 રન કર્યાં હતા. કપ્તાન ટોમ લાથમ 27 અને ડવેન કોન્વે 9 રને આઉટ થયા હતા. વિલિયમ્સનની નિવૃત્તિ બાદ તેના સ્થાને ત્રણ નંબર પર ઉતરેલા હેનરી નિકોલ્સે 24 રન કર્યાં હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, મેથ્યૂ ફિશર અને સોની બેકરે 2-2 વિકેટ લીધી હતી. પાર્ટ ટાઇમ બોલર જેકબ બેથલના ફાળે સૌથી વધુ 3 વિકેટ રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક