• શુક્રવાર, 19 જૂન, 2026

વર્લ્ડ ચેમ્પિયન જર્મની સામે ભારતીય હોકી ટીમનો 3-1 ગોલથી વિજય

મનપ્રિત સિંઘ ભારત તરફથી સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમાનારો ખેલાડી બન્યો

 

રોટરડૈમ (નેધરલેન્ડ), તા.18 : એફઆઇએચ પ્રો લીગના મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઉલટફેર કરીને વર્લ્ડ ચેમ્પિયન જર્મની ટીમ વિરુદ્ધ 3-1 ગોલથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ ધમાકેદાર દેખાવ સાથે ભારતીય હોકી ટીમે સીઝનની પહેલી જીત નોંધાવી છે. ભારત તરફથી મનદીપ સિંઘ 7મી મિનિટે, શિલાનંદ લાકડાએ 13મી મિનિટે અને નિલકાંતા શર્માએ 3પમી મિનિટે ગોલ કર્યા હતા. જર્મની તરફથી એકમાત્ર ગોલ રાફેલ હાર્ટકોફ દ્વારા 4પમી મિનિટે થયો હતો. ભારતીય ટીમ જો કે એફઆઇએચ પ્રો લીગના પોઇન્ટ ટેબલ પર છેક 8મા ક્રમે છે. જર્મની સામેની જીતથી 7 પોઇન્ટ થયા છે. ભારતીય હોકી ટીમ હવે રવિવારે નેધરલેન્ડ સામે ટકરાશે.

આ મેચમાં ભારતના અનુભવી મીડફિલ્ડર ખેલાડી મનપ્રિત સિંઘે ઈતિહાસ રચ્યો હતો. તે ભારત તરફથી સૌથી ઇન્ટરનેશનલ મેચ રમનારો હોકી ખેલાડી બન્યો હતો. મનપ્રિત સિંઘે તેનો 413મો ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો અને પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ તિર્કેથી આગળ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક