• શનિવાર, 20 જૂન, 2026

22 જૂન સુધી ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ યથાવત્

દિલ્હી હાઈકોર્ટે પ્રતિબંધ હટાવવાની માગણી નકારી કાઢી : સરકારે સમજી વિચારીને લીધેલો નિર્ણય

નવી દિલ્હી, તા.19: નીટની પુન:પરીક્ષામાં પેપર લીકની ચિંતાનાં કારણે અગમચેતીનાં ભાગરૂપે ટેલિગ્રામ એપ ઉપર 22 જૂન મૂકવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને હટાવવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કરી દીધો છે. એટલે કે ટેલિગ્રામ ઉપર રોક યથાવત્ રહેશે. ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ વિરોધી અરજી ખારિજ કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા વિના પ્રતિબંધનો આદેશ જારી કરવામાં આવેલો નથી. આ મામલે પહેલા ગુરુવારે સુનાવણી થઈ હતી અને અદાલતે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.  ઉલ્લેખનીય છે કે, સરકારે 21મી જૂને યોજાનારી નીટની ફેર પરીક્ષાનાં અનુસંધાનમાં આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધનાં નિર્ણયનો બચાવ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, જનહિતનું ધ્યાન રાખવું જરૂરી છે. છાત્રોની ભાવનાને નજરઅંદાજ કરી શકાય નહીં.

ટેલિગ્રામ પર નીટનું બોગસ પેપર વેચનાર છાત્ર પકડાયો

નવી દિલ્હી, તા. 19 : નીટ પરીક્ષાની સુરક્ષા માટે સરકાર આ વખતે બેહદ એલર્ટ છે, ત્યારે રાજસ્થાનમાં ટેલિગ્રામ પર નીટનું પેપર વેચવાનું કૃત્ય કરનાર એક છાત્રની ધરપકડ કરાઇ હતી.

આરોપી છાત્ર અમેરિકાનાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) મારફતે ટેલિગ્રામનો ઉપયોગ કરી રહ્યો હતો.

બોગસ પેપર વેચનાર છાત્રનું નામ આકાશ ચૌધરી છે. તેની ભીલવાડાનાં પટેલનગરથી ધરપકડ કરાઇ હતી. પકડાઇ ગયેલા વિદ્યાર્થી આકાશ ચૌધરીની ટેલિગ્રામ ચેનલનું નામ જ ‘પેપર માફિયા’ છે, પોલીસે તેની પૂછપરછ આદરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક