• શુક્રવાર, 19 જૂન, 2026

વિપક્ષી દળોમાં વિદ્રોહે બદલ્યું સંસદનું ગણિત !

મહિલા અનામત અને સીમાંકન બિલ પસાર કરાવવાથી હવે અમુક મત દૂર ગઉઅ

 

નવી દિલ્હી, તા. 18 : દેશની રાજનીતિએ છેલ્લાં બે અઠવાડિયામાં એવો વળાંક લીધો છે જેનો અંદાજ એક મહિના પહેલાં કોઈને નહોતો. આ પૂરા રાજનીતિક બદલાવનો પ્રભાવ આગામી ચોમાસું સત્રમાં જોવા મળી શકે છે. જ્યાં સરકાર ફરી એક વખત મહિલા અનામત પેકેજ સંબંધિત સંવિધાન સંશોધન અને સીમાંકન બિલ પસાર કરાવવાની તૈયારીમાં છે. એપ્રિલ મહિનામાં વિપક્ષી એકતાનાં કારણે લોકસભામાં મહત્ત્વનો ખરડો માત્ર 54 મતની કમીનાં કારણે પસાર થઈ શક્યો નહોતો પણ હવે સ્થિતિ બદલી ચૂકી છે અને જો બિલ સંસદમાં રજૂ થાય તો પસાર થવાની સંભાવના વધુ છે. આ સ્થિતિનું કારણ ટીએમસીમાં સાંસદોનો વિદ્રોહ અને મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ) ઉપર સંકટનાં વાદળો છે.

ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ અલગ જૂથ બનાવી લીધું છે અને અન્ય પાર્ટીમાં સામેલ થયા છે. હવે આ તમામ સીધી રીતે એનડીએ ગઠબંધનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. બીજી તરફ ઉદ્ધવ જૂથના નવમાંથી છ સાંસદ પક્ષ બદલીને એકનાથ શિંદેની છાવણીમાં જવા માટે તૈયાર છે.

આ સ્થિતિમાં લોકસભાનું ગણિત સમજવામાં આવે તો કુલ 543 સીટમાંથી બે તૃતિયાંશ બહુમત માટે 360 સભ્યોનું સમર્થન જરૂરી છે કારણ કે ત્રણ બેઠક ખાલી છે. અત્યારે એનડીએ પાસે ટીએમસીના 20 વિદ્રોહી સાંસદો સહિત 318ની સંખ્યા છે જ્યારે વિપક્ષ પાસે 184 અને અન્ય દળો પાસે 38 સાંસદ છે. આવી સ્થિતિમાં હવે બિલ પસાર કરાવવું થોડું સહેલું બન્યું છે. બીજી તરફ તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન પણ તૂટી ચૂક્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક