રશિયા
પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ ઝીંકવાની તૈયારી
નવી
દિલ્હી, તા.29: રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ ઝીંકવાનાં વિધેયકને
અમેરિકાની સેનેટે ચર્ચા માટે મંજૂરી આપી દીધી છે. આ બિલનાં નિશાને ખાસ કરીને ભારત અને
ચીન આવી રહ્યાં છે.
અમેરિકાની
સંસદનાં ઉપલા ગૃહે ઓઈલ અને ગેસ વેંચીને રશિયાને થતી કમાણી ખોરવવા માટેનાં બિલને આગળ
ધપાવી દીધું છે. જો આ બિલ હવે નીચલા ગૃહમાંથી પણ પસાર થઈ જાય તો અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને ચીન જેવા દેશો ઉપર 100 ટકા ટેરિફ નાખવાનાં અધિકારો પ્રાપ્ત
થઈ જશે.
જ્યારે
સેનેટમાં આ વિધેયક ઉપર મતદાન થઈ રહ્યું હતું ત્યારે યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર
ઝેલેંસ્કી પણ કાર્યવાહીને ગેલેરીમાં બેસીને જોઈ રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, રશિયા
સાથે વધુ તીવ્ર બનેલી જંગ વચ્ચે ટ્રમ્પને મળવા માટે ઝેલેંસ્કી અમેરિકાની યાત્રાએ ગયા
હતાં.
સેનેટમાં
આ બિલ ઉપર ચર્ચા શરૂ કરવાની તરફેણમાં 86 અને વિરુદ્ધમાં 12 સાંસદોએ મત આપ્યા હતાં.
આમ હવે બિલની પહેલી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે તેનાં ઉપર ચર્ચા અને ચર્ચાનાં
અંતે મતદાન થશે.
અમેરિકી
સેનેટર રોજર વિકલે આ બિલ વિશે કહ્યું હતું કે, તેનાં નિશાન ઉપર મુખ્યરૂપે ભારત અને
ચીન જ છે. જે ઊર્જા ખરીદીને રશિયાને સૈન્ય અને યુદ્ધમાં આર્થિક મદદ કરી રહ્યાં છે.