ટોરન્ટો, તા.14 : સાતમા ક્રમની પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેક નેશનલ બેન્ક-કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં તેણીએ બીજા ક્રમની ખેલાડી એલિના રાયકાબિનાને 6-2 અને 6-3થી હાર આપી હતી. ઇગા સ્વિયાતેકનો આ વર્ષે આ પહેલો ખિતાબ છે. ડબ્લ્યૂટીએ ટૂર ટૂર્નામેન્ટમાં તેનો આ કુલ 26મી ખિતાબ છે. અમેરિકી ઓપન પહેલાની આ ટૂર્નામેન્ટમાં નંબરવન સબાલેંકા ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ હતી.