• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

તળાજા : કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા

તળાજા, તા.14:તળાજા પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે સરતાનપર રોડ પર કરવામાં આવેલી વોચ દરમિયાન બાતમીના આધારે એક કારને રોકીને તલાશી લેવામાં આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1148 નંગ બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જય ભાણજીભાઈ બારૈયા, મીનાક્ષીબેન જયભાઈ બારૈયા અને હર્ષદ ખંડુભાઈ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. બુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે પરિવાર અને બાળક સાથે રહીને દારૂની હેરાફેરી કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી, જેમાં વાંસદાથી લવાયેલો આ દારૂનો જથ્થો ઉચડી અને નીચડી ગામ નજીક મોબાઈલના આધારે ડિલિવરી કરવાનો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 4,89,600 નો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ કોણે મંગાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક