• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ઈન્ડોનેશિયામાં 7.7નો ભૂકંપ : 20નાં મૃત્યુ

સુનામીની ચેતવણી બાદ લોકો ઉંચાઈએ ભાગ્યા : ઈબુ જ્વાળામુખી પણ ફાટયો

નવી દિલ્હી, તા. 16 : ઈન્ડોનેશિયામાં શનિવારે સવારે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફલોરેસ ક્ષેત્રના સમુદ્રમાં હતું અને તેનો અનુભવ ખુબ મોટા વિસ્તારમા થયો હતો. ઘણા સ્થળે મકાન અને સાર્વજનિક  ભવનોને નુકસાન પહોંચ્યું હતું તેમજ 20 લોકોનાં મૃત્યુ થયા હતા. અમેરિકી  ભૂસ્તર વિભાગે માહિતી આપી હતી કે ભૂકંપનું કેન્દ્ર અંડે શહેરથી લગભગ 68 કિલોમીટર દૂર અને 10 કિમીની ઉંડાઈએ હતું. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયન પ્રશાસને દેશના અમુક હિસ્સામાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી અને તટીય વિસ્તારમાં રહેતા લોકોને સમુદ્ર તટ અને નદી કિનારાથી દૂર સુરક્ષિત સ્થળે જવા કહેવામાં આવ્યું હતું તેમજ અધિકારીઓ દ્વારા દરિયામાં આવતી કોઈપણ હલચલની બારીકાઈથી નજર રાખવામાં આવી રહી હતી.  શનિવારે સવારે 5.58 વાગ્યે ભૂકંપ આવ્યા બાદ ઘણા આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. જેના પરિણામે લોકોમાં ડર વધ્યો હતો. આ દરમિયાન ઈન્ડોનેશિયાના હલમહેરા ક્ષેત્રમાં સ્થિત માઉન્ટ ઈબુ જ્વાળામુખિમા વિસ્ફોટ થયો હતો. જેનાથી અંદાજીત પાંચ કિલોમીટર ઉંચો રાખનો ગુબ્બારો આકાશમાં ઉઠયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક