• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ધનસુરા-દહેગામ હાઈવે પર એસ.ટી. બસનો અકસ્માત : 6ને ઈજા

પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક સ્ટિયારિંગ લોક થતાં બસ ડિવાઈડર સાથે અથડાઈ

મોડાસા,તા.19: ધનસુરા-દહેગામ હાઈવે પર પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક એસ.ટી બસને અકસ્માત નડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસનું સ્ટિયારિંગ અચાનક લોક થઈ જતાં બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ હાઈવે પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ અકસ્મતમાં બસમાં મુસાફરી કરી રહેલા અંદાજે 5થી 6 મુસાફર ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધનસુરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક