- બન્ને દેશના સંબંધો નાજુક વળાંકે ઃ ભારતે કહ્યુ,ં સત્તાવાર જાણકારી અપાઈ નથી, દેશના હિતની રક્ષા કરવામાં આવશે
ઢાકા, તા.
19 ઃ ભારત
અને બંગલાદેશ
વચ્ચેના સંબંધ
નાજુક સમયમાંથી
પસાર થઈ
રહ્યા છે.
હવે ઢાકાએ
ભારત સાથે
થયેલી 101 સમજૂતી
અને એમઓયુની
સમીક્ષાની પ્રક્રિયા
શરૂ કરી
છે. બંગલાદેશના
કહેવા પ્રમાણે
આ પ્રક્રિયા
કોઈ સમજૂતીને
ખતમ કરવા
માટે નથી
પણ તેમાં
રહેલી સંભવિત
વિસંગતીઓની ઓળખ
કરીને તેના
સમાધાન માટે
છે. બીજી
તરફ ભારતે
આ મામલે
મીડિયા અહેવાલો
ઉપર સંજ્ઞાન
લેતા કહ્યું
હતું કે
બંગલાદેશ તરફથી
હજી સુધી
સત્તાવાર જાણકારી
આપવામાં આવી
નથી. આવી
સ્થિતિમાં ઘટનાક્રમ
બન્ને દેશોના
રણનીતિક, આર્થિક
અને સુરક્ષા
સંબંધો માટે
મહત્વપુર્ણ માનવામાં
આવી રહ્યો
છે.
બંગલાદેશના ચીફ
વ્હીફ નુરૂલ
ઈસ્લામ મોનીએ
કહ્યું હતું
કે ભારત
સાથે વિભિન્ન
સમયે થયેલી
101 સમજૂતિ અને
એમઓયુની સમીક્ષા
કરવામાં આવશે.
તેમણે સ્પષ્ટ
કર્યું હતું
કે સમીક્ષાનો
હેતુ સમજૂતી
સમાપ્ત કરવાનો
નથી. આ
પ્રક્રિયા બંગલાદેશના
હિત માટે
પ્રતિકુળ વિસંગતી
દુર કરવા
માટે છે.
વધુમાં મોનીએ
કહ્યું હતું
કે, જો
કોઈ સમજૂતીમાં
સમસ્યા મળશે
તો તેને
દૂર કરવા
માટ ભારત
સાથે વાતચીત
કરવામાં આવશે.
બંગલાદેશ સરકાર
અનુસાર વિભિન્ન
મંત્રાલય અને
સંબંધિત વિભાગ
વર્તમાન સમજૂતીઓનો
અલગ અલગ
અભ્યાસ કરશે.
સમીક્ષા દરમિયાન
તપાસ કરવામાં
આવશે કે
સમજૂતી મુખ્ય
ઉદેશ્ય અનુરૂપ
કામ કરી
રહી છે
કે નહી.
જો કોઈ
વ્યવસ્થામાં બદલાવની
જરૂરીયાત રહેશે
તો ભારત
સાથે ઔપચારિક
ચર્ચા કરવામાં
આવશે. આ
તમામ સમીક્ષાના
પરિણામ સાર્વજનિક
કરવામાં આવશે.
ભારતે પ્રતિક્રિયા
આપતા કહ્યું
હતું કે,
બંગલાદેશ દ્વારા
સમજૂતિઓની સમીક્ષાના
મીડિયા રિપોર્ટ
સામે આવ્યા
છે પણ
સત્તાવાર જાણકારી
મળી નથી.
વિદેશ મંત્રાલયના
પ્રવક્તા રણધીર
જયસ્વાલે કહ્યું
હતું કે
ભારત પોતાની
રક્ષા અને
હિત માટે
જરૂરી તમામ
પગલા ભરશે.