• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ભારત પર લટકી ટેરિફની તલવાર !

ટ્રમ્પની સહીથી ખરડો કાયદો બન્યો; રૂસી તેલ ખરીદતા પાંચ દેશ પર નિશાન

વોશિંગ્ટન, તા. 19 ભારતની ચિંતા વધારી શકે, તેવા ઘટનાક્રમમાં અમેરિકા હવે ભારત પર 100 ટકા સુધી ટેરિફ ઝિંકી શકશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગે વિધેયક પર હસ્તાક્ષર કર દેતાં તે હવેથી કાયદો બની ચૂકયો છે.

રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ તેલ ખરીદતા પાઈંંચ દેશોની અમેરિકી યાદીમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અજરબેજાન સોમલ છે. આવા દેશો પર ટ્રમ્પે ટેરિફની તલવારની ધાર તીક્ષ્ણ બનાવી છે.

ભારત પોતાની જરૂરિયાતનું 40 ટકાથી વધુ ક્રૂડતેલ રશિયા પાસેથી ખરીદે છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ દર 180 દિવસે રૂસી તેલ ખરીદતા દેશોનું મૂલ્યાંકન કરશે. અમેરિકા તરફથી 100 ટકા ટેરિફનાં પગલાં પર પ્રતિક્રિયા આપતાં ભારતનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, દેશનાં હિતો સાથે કોઇ જાતની બાંધછોડ ભારત નથી કરવાનું. અમેરિકી સંસદનાં નીચલા ગૃહપ્રતિનિધિ

સભાએ રશિયા પાસેથી વધુ તેલ ખરીદતાં પાંચ દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવા માટેનો  ખરડો પસાર કર્યો હતો. ખરડાના પક્ષમાં 262 અને વિરોધમાં 159 મત પડયા હતા. સેનેટ ઓગસ્ટમાં વિધેવકને 86-11 મતથથઇંાu પસાર કરી ચૂકી છે.

રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી ભારતે રૂસી તેલ ખરીદી નિતિભેર આધારી હતી અને રોજનું 16થી 20 લાખ બેરલ તેલ ખરીદે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક