• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

જૂનાગઢમાં ધો.12ના વિદ્યાર્થીને વધુ પડતી ઉઠક બેઠક કરાવતા કિડની ડેમેજ ઃ જુવેનાઇલ હેઠળ ગુનો

-હોમવર્ક અધૂરું રહેતા કાચિંગ ક્લાસની શિક્ષિકાની ક્રૂરતા ! 

જૂનાગઢ, તા.1 ઃ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં એક કાચિંગ ક્લાસની શિક્ષિકાએ ધોરણ 12ના વિદ્યાર્થીનું હોમવર્ક અધૂરું રહેતા વધુ પડતી ઉઠક બેઠક કરાવતા વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો તેની કિડની ડેમેજ હોવાનું તબીબો એ જણાવ્યું હતું  આ અંગે સી ડિવિઝન પોલીસમાં વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા અને કાચિંગ ક્લાસના સંચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જુવેનાઇલ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત પ્રમાણે મધુરમ વિસ્તારમાં આવેલા દ્વારકેશ નગરમાં રહેતા અમૃતલાલ વલ્લભ પરમારનો પુત્ર ભૌતિક (ઉં. 17) જે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે અને ટીંબાવાડીમાં આવેલા સેન્ટ્રલ પ્લાઝામાં ડેલ્ટા કેરિયર એકેડેમીમાં કાચિંગ ક્લાસ કરે છે. ત્રણ દિવસ પહેલા આ વિદ્યાર્થી દ્વારા હોમવર્ક પૂરું નહીં કરતા શિક્ષિકા સંગીતા જાદવએ ક્રૂરતાપૂર્વક વિદ્યાર્થીને 300 જેટલી ઉઠક બેઠક કરાવતા વિદ્યાર્થીના પગમાં સોજા આવી ગયા હતા અને ચાલવા પણ સક્ષમ ન હતો. આ અંગેની જાણ થતા વિદ્યાર્થીના વાલીએ તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો અને ડોક્ટરની તપાસમાં તેની કિડનીમાં સોજો આવી ગયો હોવાનું જણાવતા બે દિવસ આઈ.સી.યુ.માં દાખલ કરાયો હતો. આ અંગે અમૃતલાલ વલ્લભ પરમારે સી ડિવિઝન પોલીસમાં ડેલ્ટા કેરિયર એકેડેમીના શિક્ષિકા સંગીતા જાદવ અને સંચાલક હાર્દિક કુવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક