• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

મોરબીમાં પગાર મામલે યુવાનને ધોકાવવાના ગુનામાં એક શખસની ધરપકડ

યુવતી સહિતની ટોળકી પોલીસ પકડથી બહાર

 

મોરબી, તા.ર6 : રવાપર ચોકડીએ આવેલી પેઢીમાં અગાઉ નોકરી કરતા નિલેષ દલસાણિયા નામના યુવાનનો પગાર બાકી હોય તેની ઉઘરાણી કરવા જતા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેના સાગરીતોએ નિલેષને કમરપટાથી બેફામ મારકૂટ કરી મોઢામાં ચપ્પલ લેવડાવી વીડિયો ઉતારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી નાસી છૂટયા હતા અને ઘવાયેલા નિલેષને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસે નિલેષ દલસાણિયાની ફરિયાદ પરથી વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા, તેનો ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ, મેનેજર પરીક્ષિત, ડી.ડી.રબારી સહિત 1ર શખસો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

દરમિયાન વિભુતિ પટેલ સહિત પાંચે આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરતા કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી નાખતા પોલીસે ટોળકીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે મોરબીના રબારી વાસમાં રહેતા ડી ડી રબારી ઉર્ફે મયુર ઉર્ફે દેવો દિલીપ કલોતરા નામના શખસને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતની ટોળકીની શોધખોળ શરૂ કરી હતી.

Budget 2024 LIVE