• મંગળવાર, 23 એપ્રિલ, 2024

માણાવદરમાં સરાજાહેર યુવક પર છરીથી હુમલો: બનાવ હત્યામાં પલટાયો જૂનાં મનદુ:ખમાં અનુ.જનજાતિ મોરચાના પ્રમુખની હત્યાથી ચકચાર

માણાવદર, તા.22: માણાવદરના રઘુવીરપરા વિસ્તારમાં જૂનાં મનદુ:ખનો ખાર રાખી યુવક પર છરીથી જીવલેણ હુમલો કરતા ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા યુવાનનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાતા ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગતો મુજર રઘુવીરપરામાં લગ્ન પ્રસંગમાં જમવા માટે ગયેલા હતા ત્યારે બે શખસે રસ્તામાં જગદીશ ઉલવા (ઉં.36) ઉપર છરી વડે હુમલો કરેલ. આ શખસોએ મરણ જનાર ઉપર રેકી કરતા હતા. રસ્તામાં લાગ જોઈ હુમલો કરેલ. જેને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયેલ. આ મૃતક જગદીશભાઈ ઉલવા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ હતા. જગદીશભાઈ અને હુમલાખોરો વચ્ચે અગાઉ મતભેદોનાં કારણે હુમલા થયાનું જાણવા મળે છે. જગદીશભાઈ ઉપર અગાઉ હુમલો થયેલો તે બાબતે માણાવદર પો.સ્ટેમાં અરજી કરી હતી. આ હત્યાની ઘટનાની જાણ થતા માણાવદર પોલીસે હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી છે. સાંજે 6 સુધી હજી એફઆઇઆર નોંધાઈ નથી. માણાવદર દિન પ્રતિદિન ગુનેગારો આશ્રય સ્થાન વધતા જાય તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા લોક માગ ઉઠવા પામી છે.

ઇ-પેપરના નવા શુલ્ક