• બુધવાર, 01 મે, 2024

સુરતના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 3.50 લાખ પડાવ્યા

સુરત, તા.17: શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને જોબવર્કનું કામકાજ કરતા નિલેશભાઈ હરજીભાઈ સાચપરા (ઉ.36)ને બે મહિલા સહિત પાંચ જણાની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 3.પ0 લાખ પડાવ્યા હતા. નિલેશને 9 ડિસેમ્બરના રોજ અલ્પા નામની મહિલાએ છાપરાભાઠા રોડ ઋતુરાજ એપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવ્યો હતો. નિલેશ મહિલાને મળવા માટે એપાર્ટમેન્ટના ફ્લેટમાં જવાની સાથે જ ત્રણ અજાણ્યા ઈસમોએ રૂમમાં ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ ડી-સ્ટાફના માણસો તરીકે આપી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવામાં ધમકી આપી રૂપિયા 3.પ0 લાખની ખંડણીની વસુલાત કરી હતી. જે તે સમયે નિલેશ સાચપરા ગભરાઇ ગયો હોવાથી પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ મિત્રને સઘળી હકીકત જણાવતા મિત્રએ હિંમત આપતા નિલેશે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત પાંચ જણાની ટોળકી સામે ખંડણીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક