• મંગળવાર, 25 જૂન, 2024

રાજુલાનાં ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબી જતાં સગીરનું મૃત્યુ  

મિત્રો સાથે નાહવા પડતા ડૂબી ગયો : ધારાસભ્ય હીરા સોલંકી અને ગ્રામજનો દોડી ગયા

 

અમરેલી, તા.26 : રાજુલા તાલુકાનાં ખાખબાઈ ગામે આવેલી ધાતરવડી નદીમાં 15 વર્ષીય સગીરનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક સગીર મિત્રો સાથે નાહવા પડયો ત્યારે ડૂબી ગયો હતો. આ બનાવથી સગીરના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ખાખબાઈ ગામે રહેતો વિક્રમ ચોહાણ નામનો સગીર તેના અન્ય મિત્રો સાથે નદીમાં નાહવા ગયો હતો. દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબી ગયો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા.

 

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખુદ નદીમાં ઉતરી યુવકની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને 108 દ્વારા રાજુલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મૃતકના પરિવારને સાંત્વના આપી હતી અને સરકાર તરફથી મદદની ખાતરી આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક