-
યૂનુસે ખાતરી આપ્યાના
24
કલાકમાં ઠાકુરગાંવમાં હિંદુના ઘરે ઉપદ્રવીઓએ આગ ચાંપી
ઢાકા,
તા. 14 : બંગલાદેશમાં હિંદુઓ સામેની હિંસા હજી ચાલી રહી છે. મંગળવારે વચગાળાની સરકારના
પ્રમુખ મોહમ્મદ યૂનુસે ઢાકેશ્વરી મંદિરની મુલાકાત કરી હતી અને હિંદૂ સમાજના પ્રતિનિધિઓને
મળ્યા હતા. આ દરમિયાન હિંદુઓને સુરક્ષાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે થોડો સમય
આપવામાં આવે. જો કે આ ભરોસો કામ આવ્યો નથી અને મંગળવારે રાત્રે જ રંગપુર પ્રાંતના ઠાકુરગાંવ
જિલ્લામાં હિંદુ સમુદાયના એક ઘરને ઉપદ્રવીઓએ નિશાન બનાવ્યું હતું અને આગ ચાંપી દીધી
હતી.
મળતી
વિગત પ્રમો ઠાકુરગાંવ જિલ્લાના ફરબરી મંદિરપાડા ગામમાં કાલેશ્વર બર્મનના ઘરે આગ લગાડી
દેવામાં આવી હતી. આગ ધ્યાને આવતા જ આસપાસના લોકો એકત્રિત થયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો
હતો. ઘરમાં રહેલા તમામ લોકો બચીને બહાર આવી ગયા હતા પણ મકાનને ભારે નુકસાન થયું હતું.
આ ગામ અકચા યુનિયન પરિષદ હેઠળ આવે છે. જેના ચેરમેન સુબ્રત કુમાર બર્મને કહ્યું હતું
કે અજ્ઞાત લોકેએ આગ ચાંપી હતી.