નવી દિલ્હી, તા.16: સંસદનાં બજેટ સત્રનાં બીજા ચરણમાં આજે પહેલીવાર લોકસભામાં કોઈપણ અડચણ વિના પ્રશ્નકાળ ચાલ્યો હતો. અત્યાર સુધી વારંવાર વિપક્ષનાં વિરોધ અને હંગામાનાં કારણે લોકસભામાં એકેય વખત પ્રશ્નકાળ કોઈપણ પ્રકારનાં વિક્ષેપ વગર ચાલ્યો ન હતો.
આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાં
જ કેટલાક વિપક્ષી સદસ્યો દ્વારા પોતાની ચિંતાઓનાં મુદ્દા ઉઠાવવાની માગ કરી હતી. જો
કે સ્પીકર ઓમ બિરલાએ તેમને પ્રશ્નકાળ પછી એ મુદ્દા ઉઠાવવા માટે અનુમતિ આપવામાં આવશે
તેવું જણાવ્યું હતું. બીજીબાજુ રાજ્યસભામાં ખાડી દેશોમાં યુદ્ધ અને ઓઈલ સંકટ સહિતનાં
મુદ્દે ચર્ચાની માગણી સાથે વિપક્ષે હંગામો મચાવ્યો હતો અને નારેબાજી કરીને વારંવાર
ગૃહની કાર્યવાહી ખોરવી હતી.