- જનરલ દ્વિવેદીના મતે ભારત - ચીન તણાવથી વિશ્વાસને નુકસાન, સેના તમામ સ્થિતિ માટે પૂરી રીતે તૈયાર
નવી
દિલ્હી, તા. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદ્વીએ કહ્યું છે કે, પૂર્વી લદ્દાખમાં ભારત
અને ચીન સરહદે સ્થિતિ સ્થિર છે પણ સામાન્ય નથી. તેમણે કહ્યું હતું કે, એલએસીએ હજી પણ
સ્થિતિ સંવેદનશીલ છે તેમજ ભારતીય સેના કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર
છે. ભારતીય સેના તરફથી થિંક ટેન્ક સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝના સહયોગથી આયોજિત
ચાણક્ય ડિફેન્સ ડાયલોગ 2024 દરમિયાન સેના પ્રમુખે આ વાત કરી હતી. આર્મી ચીફે કહ્યું
હતું કે, ભારત અને ચીન વચ્ચેના તણાવનાં કારણે સૌથી વધારે વિશ્વાસનું નુકસાન થયું છે.
સેના
પ્રમુખના કહેવા પ્રમાણે રણનીતિક સ્તરે બન્ને તરફથી સકારાત્મક સંકેત મળ્યા છે પણ જ્યાં
સુધી બન્ને દેશના કમાન્ડર્સ ન ઈચ્છે ત્યાં સુધી ઉપાયોને જમીન ઉપર ઉતારવા મુશ્કેલ છે.
તેમણે કહ્યું હતું કે, વાતચીતનાં સ્તર ઉપર એકબીજાને સંભાવના અને વિકલ્પ મળે છે. જો
કે જમીન ઉપર શું થાય છે તે સેનાના કમાન્ડરો ઉપર નિર્ભર છે. તેમણે જ નિર્ણય લેવાનો હોય
છે. આ માટે આજની સ્થિતિ સ્થિર છે પણ સામાન્ય કહી શકાય નહીં. સ્થિતિ સંવેદનશીલ છે.
ઉલ્લેખનીય
છે કે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તણાવનું પાંચમું વર્ષ છે. અત્યારસુધીમાં તમામ
મુદ્દાનો ઉકેલ લાવવાનો રસ્તો મળી શક્યો નથી. ભારત ઈચ્છે છે કે વાતચીતનાં માધ્યમથી ઉકેલ
આવે અને એપ્રિલ 2020ની યથાસ્થિતિ બની રહે. જનરલ દ્વિવેદ્વીએ કહ્યું હતું કે, ભારત ઈચ્છે
છે કે, એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ ફરીથી સ્થાપિત થાય. પછી જમીન કબજાની વાત હોય કે
પેટ્રોલિંગની વાત હોય. સેના કોઈપણી સ્થિતિનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે.