• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

CM કાફલાનાં વાહનો એક પછી એક ટકરાયાં

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન માર્ગ અકસ્માતમાં માંડ બચ્યા

તિરુવનંતપુરમ, તા.ર9 : કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એક માર્ગ અકસ્માતમાં માંડ બચ્યા છે. તેમનો કાફલો પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે મોપેડ સવાર એક મહિલા આડે ઉતરતાં સીએમની કારના ચાલકે જોરદાર બ્રેક લગાવી હતી. પરિણામે પાછળ પાછળ આવી રહેલાં એસ્કોર્ટ વાહનો, એમ્બ્યુલન્સ સહિત એક પછી એક પાછળથી ટકરાઈ ગયાં હતાં.

તિરુવનંતપુરમમાં સોમવારે સાંજે અકસ્માત થયો હતો. કોટ્ટાયમની યાત્રા બાદ મુખ્યમંત્રી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અનહોની ઘટના ઘટી હતી. અકસ્માત બાદ તાબડતોડ સુરક્ષા જવાનો અને મેડિકલ સ્ટાફ વાહનમાંથી ઉતરી સીએમ પાસે દોડી ગયો હતો. સદ્નશીબે મુખ્યમંત્રી સુરક્ષિત રહ્યા હતા. બનાવનો વીડિયો વાયરલ થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક