કાઠમંડુ, તા.31 : નેપાળે કરોડો
રૂપિયાની પોતાની નવી ચલણી નોટો છાપવાનો ઓર્ડર ચીનને આપ્યો છે. ચોંકાવનારી બાબતએ છે
કે આ નોટોમાં છાપવામાં આવનાર નકશામાં ભારતના 3 ભાગ છે.
નેપાળની નવી ચલણી નોટોની ડિઝાઈનનો
વિવાદ સર્જાયો છે. 100 રૂ.ના દરની નવી નોટોમાં નેપાળે ભારતના 3 ભાગ સામેલ કરવાની ગુસ્તાખી
કરી છે. નેપાળ સેન્ટ્રલ બેંક, નેપાળ રાષ્ટ્ર બેંકે ચીનની એક કંપનીને આ નવી નોટો છાપવાનો
ઓર્ડર આપ્યો છે. નવી નોટોમાં નેપાળનો સંશોધિત નવો નકશો છાપવામાં આવનાર છે. જેમાં લિંપિયાધુરા,
લિપુલેખ અને કાલાપાની જેવા ભારત સાથેના વિવાદીત ક્ષેત્રોને પોતાના ગણાવ્યા છે.
ચાઈના બેંકનોટ પ્રિન્ટિંગ એન્ડ
મિટિંગ કોર્પોરેશનને નેપાળ સરકારે રુ.100ના દરની 300 મિલિયન નોટો ડિઝાઈન કરવા, છાપવા,
સપ્લાય કરવા તથા વિતરણનો ઓર્ડર આપ્યો છે. જેનો અંદાજીત ખર્ચ 90 લાખ અમેરિકી ડોલર જેટલો
થશે.