યૂટયુબ
ચેનલ બંધ કરવા અંગે કોર્ટે દંડ ફટકાર્યો : રશિયામાં નાદાર જાહેર
મોસ્કો,
તા. 31 : રશિયા સમર્થક 17 યૂટયુબ ચેનલ બંધ કરવાના આરોપ હેઠળ રુસે ગૂગલ પર 20 ડેસિલિયન
ડોલર એટલે કે દુનિયાની કુલ જીડીપીનો 620 ગણો દંડ ફટકાર્યો હતો. રશિયામાં ગૂગલને નાદાર
જાહેર કરાઈ હતી.
એક મીડિયા
હેવાલ મુજબ, 2020માં ગૂગલે રુસ સમર્થક 17 યૂટયુબ ચેનલ હટાવી નાખી હતી, જેમાં સરકારી
ચેનલ રુસ-1નો પણ સમાવેશ થતો હતો. તે પછી રુસ-1ના એન્કર માર્ગારીટા સિમોન્યાને કોર્ટમાં
અરજી કરી હતી.
કોર્ટે
હાથ ધરેલી સુનાવણીમાં ચેનલ પર રોક ન હટાવાય ત્યાં સુધી રોજના 1 લાખ રુબલ (રશિયન ચલણ)નો
દંડ ફટકાર્યો હતો, જેના માટે 9 માસનો સમય પણ અપાયો હતો. ત્યાં સુધી ગૂગલ દંડ ન ચૂકવે
તો દરેક 24 કલાકમાં તે રકમ બે ગણી થઈ જશે. અત્યારના સમયમાં તે રકમ 20 ડેસિલિયન ડોલર
સુધી પહોંચી ગઈ છે. એટલે કે, દુનિયાના દરેક દેશની જીડીપીનો 620 વખત ગુણાકાર કરાય ત્યારે
તે રકમ જમા થશે.