કેગને
અનિયમિતતા દેખાઇ તેવા
આરોપ
સાથે કેજરીવાલ :
દેશભરમાં
‘િદલ્હી મોડેલ’ લાગુ કરો
નવી
દિલ્હી, તા. 30 : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું
કે, ‘કેગ’ને આયુષ્માન ભારત યોજનામાં ઘણી ગરબડો જોવા મળી છે. આ મોટા આરોપ સાથે કેજરીવાલે
જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની યોજના સમગ્ર દેશમાં લાગુ કરવી
જોઇએ.
આમ
આદમી પાર્ટી સરકારની યોજના હેઠળ દિલ્હીમાં દરેક વ્યક્તિને મફત સારવાર મળે છે. પાંચ
રૂપિયાની ગોળીથી માંડીને કરોડોની સારવાર સંપૂર્ણ વિનામૂલ્યે છે, તેવું તેમણે ઉમેર્યું
હતું. કેજરીવાલે કહ્યું હતું કે, વડાપ્રધાન કહેશે તો દિલ્હીમાં અમારી સરકારની યોજનાનો
લાભ લેતા લાખો લોકોનાં નામ આપવાની તૈયારી છે. જે રાજ્યોમાં આયુષ્માન ભારત યોજના લાગુ
છે તે રાજ્યોમાં હું એક પણ એવી વ્યક્તિને નથી મળ્યો જેની સારવાર આ યોજના હેઠળ થઇ હોય.
મારી વડાપ્રધાન મોદીને વિનંતી છે કે દિલ્હી મોડેલનો એકવાર અભ્યાસ કરી જાય. પછી આયુષ્માન
યોજનાનાં સ્થાને દિલ્હી મોડેલ લાગુ કરે તો લોકોને ખરેખર લાભ થશે, તેવું કેજરીવાલે જણાવ્યું
હતું.