આફ્રિકાના
6/575 ડિકલેરના જવાબમાં બાંગલાદેશે
38
રનમાં 4 વિકેટ ગુમાવી
ચટગાંવ
તા.30: દ. આફ્રિકા સામેના બીજા ટેસ્ટમાં હોમ ટીમ બાંગલાદેશ પર ફોલોઓનનો ખતરો તોળાઇ
રહ્યો છે. આફ્રિકાએ આજે મેચના બીજા દિવસે તેનો પહેલો દાવ 6 વિકેટે પ7પ રને ડિકલેર કર્યોં
હતો. આ પછી બાંગલાદેશના પહેલા દાવનો નબળો પ્રારંભ થયો હતો અને 38 રનમાં 4 વિકેટ ગુમાવી
દીધી હતી. તે હજુ આફ્રિકાથી પ37 રન પાછળ છે. આથી તેના પર ફોલોઓનની તલવાર લટકી રહી છે.
આફ્રિકા
તરફથી ટોની ડી’જોર્જીએ 269 દડામાં 12 ચોકકા-4 છકકાથી 177 રનની ઇનિંગ રમી હતી. જયારે
વિયાન મુલ્ડરે અણનમ 10પ રનની ઇનિંગ રમી હતી. પૂંછડિયા ખેલાડી સેનુરન મુથુસામીએ અણનમ
68 રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 1પ2 રનનો ઉમેરો થયો
હતો. બાંગલાદેશ તરફથી તૈજુલ ઇસ્લામે પ વિકેટ લીધી હતી.
બાંગલાદેશના
બીજા દિવસની રમતના અંતે 4 વિકેટે 38 રન થયા હતા. રબાડાએ બે વિકેટ લીધી હતી.