• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સનાં ઘરમાંથી કીમતી સામાનની ચોરી

સ્ટોક્સના ચંદ્રકોની પણ ચોરી

લંડન, તા.31: ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોકસના ઘરમાં ચોરી થઈ છે. આ ઘટના ત્યારે ઘટી જયારે સ્ટોકસ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હતો. તસ્કરોએ સ્ટોકસ નિવાસસ્થાનમાંથી કીમતી માલ-સામનની ચોરી કરી છે. જેમાં સ્ટોકસને મળેલ ઓબીઇ મેડલ પણ સામેલ છે. આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી ત્યારે સ્ટોક્સ મુલતાનમાં પાક. સામે બીજો ટેસ્ટ રમી રહ્યો હતો. ખુદ સ્ટોક્સ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપી છે.

સ્ટોક્સે લખ્યું છે કે 17 ઓકટોબરોએ કેટલાક બુકાનીધારી તસ્કરોએ નોર્થ ઇસ્ટના કેસલ ઇડન વિસ્તારમાં મારા ઘરમાં ચોરી કરી હતી. તસ્કરો જ્વેલરી, અન્ય કીમતી સામાન અને ઘણા બધા મારા સન્માનના ચંદ્રક ચોરીને ફરાર થઈ ગયા છે. આ બધી ચીજો મારા અને મારા પરિવાર માટે વાસ્તવિક ભાવનાત્મક મૂલ્ય છે. આ લોકોને શોધવા માટે મારી મદદ કરો. સ્ટોક્સે જણાવ્યું કે ઘટના સમયે મારા પત્ની અને બન્ને સંતાન ઘર પર જ હતા. ભગવાનનો આભાર કે પરિવારને કોઈ શારીરિક નુકસાન થયું નથી.  આ સાથે સ્ટોક્સે ચોરી થયેલ કેટલીક ચીજ-વસ્તુના ફોટો શેર કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક