ચિતાગોંગ
તા.31: બાંગલાદેશ સામેના બીજા અને આખરી ટેસ્ટમાં દ. આફ્રિકા ટીમે નિશ્ચિત વિજયભણી આગેકૂચ
કરી હતી. આફ્રિકાના પહેલા દાવમાં 6 વિકેટે પ7પ રન ડિકલેરના જવાબમાં મેચના આજે ત્રીજા
દિવસે લંચ પહેલા બાંગલાદેશનો પહેલા દાવમાં 1પ9 રનમાં ધબડકો થયો હતો. આફ્રિકાને 416
રનની જંગી સરસાઇ મળી હતી. ફોલોઓન થયા પછી બાંગલાદેશે તેના બીજા દાવમાં 78 રનમાં 7 વિકેટ
ગુમાવી દીધી હતી.
રબાડાની
કાતિલ બોલિંગ સામે બાંગલાદેશના મોટાભાગના બેટધરો ટકી શકયા ન હતા. એકમાત્ર મોમિનૂલ હકે
112 દડામાં 8 ચોકકા-2 છકકાથી 82 રનની ઇનિંગ રમી હતી. શાદમાન ઇસ્લામ ઝીરોમાં, મહમુદુલ
જોય 10, જાકિર હુસેન 2, હસન મહમૂદ 3, કપ્તાન નઝમૂલ હસન શાંતો 9 અને મુશફીકુર રહેમાન
ઝીરોમાં આઉટ થયા હતા. રબાડાએ 9 ઓવરમાં પ વિકેટ લીધી હતી. ડેન પેટરસન અને કેશવ મહારાજને
2-2 વિકેટ મળી હતી.
ફોલોઓન
બાદ પણ બાંગલાદેશનો ધબડકો યથાવત રહ્યો હતો અને 78 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકી
સ્પિનર સેનુરન મુથુસામીએ 3 વિકેટ લીધી હતી.