ભારત
વિરોધી ટ્રુડોની પોલ ખોલતાં તેના જ અધિકારી : સંસદીય સમિતિની ફટકાર
ટોરન્ટો,
તા.30 : ભારત વિરોધી કેનેડાની ટ્રુડો સરકારના વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો છે.કેનેડા
ભારત વિરોધી કાવતરાં ઘડી રહ્યું છે. અહેવાલ મુજબ ટ્રુડો સરકારના બે અધિકારીએ ભારત વિરુદ્ધ
માહિતી લીક કર્યાનો એકરાર કર્યો છે.
આ મામલે
ભારત સરકાર તરફથી હજૂ કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ અહેવાલ છે કે અમેરિકી અખબારને
ભારતના વિરોધમાં માહિતી લીક કરવા બદલ કેનેડાની સંસદીય પેનલે અધિકારીઓને ફટકાર લગાવી
છે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે કેનેડાની પોલીસે ભારત સરકાર પર સવાલ ઉઠાવતાં
પહેલા જ અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટને માહિતી લીક કરી નાખી હતી. કેનેડા પોલીસે ખાલિસ્તાની
આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના તાર ભારત સરકારના અજન્ટ્સ સાથે જોડયા હતા. જો કે ભારત આવા તમામ આરોપ ફગાવી દીધા હતા.
ટ્રુડો
સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નથાલી ડ્રુઈને સંસદીય પેનલને જણાવ્યું કે કેનેડામાં
સિખ અલગાવવાદીઓ વિરુદ્ધ હુમલામાં ભારત સરકારના એક ટોચના અધિકારીનો હાથ હતો. તેમને માહિતી
લીક કરવા વડાપ્રધાન ટ્રુડોની મંજૂરીની જરૂર ન હતી. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત દ્વારા
રાજદ્વારીઓને પરત બોલાવી લેવામાં આવ્યા પહેલા કોઈ માહિતી લીક કરાઈ ન હતી. નથાલીએ કહયું
કે માહિતી લીક કરવી એ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો એક ભાગ હતુ. જેનું કામ ટ્રુડોનું કાર્યાલય
જૂએ છે.