લગ્નની ઉંમરમાં અંતરને લઈને અલ્હાબાદ હાઇ
કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
નવી
દિલ્હી, તા. 7 : જસ્ટિસ સૌમિત્ર દયાલસિંહ અને જસ્ટિસ ડી રમેશની બેંચે કહ્યું છે કે
પુરુષોના લગ્ન માટે ત્રણ વર્ષનો વધુ સમય એટલે રાખવામાં આવ્યો છે કે તેઓ અભ્યાસ કરી
શકે અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે. અદાલતે કહ્યું હતું કે, મહિલાઓની સ્થિતિ
અલગ છે અને તેઓને આવી કોઈ તક મળતી નથી. જે વાત યોગ્ય નથી. મહિલા અને પુરુષની લગ્નની
લઘુતમ વયમાં અંતર પિતૃસત્તાત્મક વ્યવસ્થાની એક નિશાની છે. અલ્હાબાદ હાઇ કોર્ટે એક કેસની
સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી.
અદાલતે
કહ્યું હતું કે, ભારતમાં પુરુષ માટે લગ્નની લઘુતમ વય 21 વર્ષ છે અને મહિલાઓ માટે
18 વર્ષ છે. જે પિતૃસત્તાત્મક વ્યવસ્થાની નિશાની છે. જસ્ટિસ સૌમિત્ર દયાલસિંહ અને જસ્ટિસ
ડી રમેશની બેંચે કહ્યું હતું કે, પુરુષોના લગ્ન માટે ત્રણ વર્ષનો વધારે સમય એટલે આપવામાં
આવ્યો છે કારણ કે તે અભ્યાસ કરી શકે અને આર્થિક
રીતે સ્વતંત્ર થઈ શકે. મહિલાઓને આવી કોઈ તક મળતી નથી જે યોગ્ય નથી.