• બુધવાર, 13 નવેમ્બર, 2024

ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીથી ચિંતામાં યુરોપિયન યુનિયન 27 દેશના નેતાઓ દ્વારા ટ્રમ્પ સાથેના સંબંધો અંગે મહામંથન

નવી દિલ્હી, તા. 8 : ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ દુનિયાભરના ઘણા દેશોમાં ખલબલી મચી છે. 27 દેશનું યુરોપિયન યુનિયન પણ તેમાં સામેલ છે. પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા યુરોપિયન યુનિયનને ચિંતા સતાવી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન હેઠળ આર્થિક પડકારોનો સામનો કરવો પડશે કારણ કે ટ્રમ્પે પોતાના અભિયાન દરમિયાન વારંવાર ટેરિફ વધારવા અને આયાત ઉપર વધારે ડયુટી લાદીને અમેરિકાને લાભ પહોંચાડવાનું એલાન કર્યું હતું. તેવામાં હવે યુરોપીયન યુનિયન આ મુદ્દે મહામંથન કરશે.

પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપ સાથે વ્યાપાર યુદ્ધના કારણે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) પ્રતિબદ્ધતાઓને  પરત લેવા અને રશિયા સાથે યુદ્ધમાં યુક્રેનના સમર્થનમાં બદલવા લાવવાની વાત કરી હતી. આ કારણે જ યુરોપીય દેશો પરેશાન છે. કારણ કે આ તમામ મુદ્દે યુરોપમાં ગંભીર પરિણામ આવી શકે છે.

આ તમામ સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી અને નાટો મહાસચિવ માર્ક રુટ સહિત લગભગ 50 યુરોપીયન નેતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સંબંધો ઉપર પડનારી અસર મુદ્દે બુડાપેસ્ટમાં શુક્રવારે મહામંથન કરવાના હતા. યુરોપની આર્થિક મહાશક્તિ ગણાતા જર્મનીના ચાંસેલર ઓલાફ શોલ્ઝએ નાણા મંત્રીને બરખાસ્ત કરી દેતા રાજનીતિક સંકટ શરૂ થયું છે.

----------

ટ્રમ્પની જીત સાથે જ અમેરિકા છોડવા ઈચ્છતી એલન મસ્કની ટ્રાન્સ પુત્રી

યુવકમાંથી યુવતી બનેલી જેનાએ કહ્યું, હવે અમેરિકામાં ભવિષ્ય દેખાતું નથી

નવી દિલ્હી, તા. 8 : અમેરિકી ચૂંટણીમાં ટેક અબજપતિ એલન મસ્કે ખુલીને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારે એલન મસ્કે ખુશી પણ વ્યક્ત કરી હતી. જો કે મસ્કની ટ્રાન્સ પુત્રી વિવિયન જેના વિલ્સન ટ્રમ્પની જીતથી ખુશ નથી. તેણે એલાન કરી દીધું છે કે હવે તે અમેરિકામાં રહેવા માગતી નથી. જેનાએ પુત્રના રૂપમાં જન્મ લીધો હતો. જો કે બાદમાં પોતે ટ્રાન્સજેન્ડર હોવાનો ખુલાસો કર્યો હતો અને યુવકમાંથી યુવતી બની હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ બાદ સોશિયલ મીડિયા સાઈટ્સ થ્રેડસ ઉપર જેના વિલ્સને એક પોસ્ટ શેર કરી હતી. જેનાએ પોસ્ટમાં કહ્યું હતું કે તેણે અમુક સમય માટે વિચાર કર્યો હતો પણ હવે તેની પુષ્ટી થઈ છે. તે અમેરિકામાં પોતાનું ભવિષ્ય જોઈ રહી નથી. જેનાએ આગળ કહ્યું હતું કે, ભલે ટ્રમ્પ ચાર વર્ષ માટે પદ ઉપર હોય અને ટ્રાન્સ વિરોધી નિયમ લાગુ ન થાય પણ જે લોકોએ સ્વેચ્છતાથી ટ્રમ્પ માટે મત આપ્યા છે તેઓ બદલવાના નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024